બગસરામાં છ મહિના પહેલાં થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી યુવક પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે કરણભાઈ મુકેશભાઈ ખાંદલ (ઉં.વ. ૧૯)એ જયરાજ કુમારભાઈ વાઘેલા સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, તેમની તથા આરોપી વચ્ચે આશરે છ મહિના પહેલાં સામસામું જોવા બાબતે બોલાચાલી થઈ હતી. જેનું મનદુઃખ રાખીને આરોપીએ, કરણભાઈ જ્યારે સાક્ષી સાથે બેઠા હતા ત્યારે તેમની પાસે આવીને ગાળો આપી હતી. ત્યારબાદ તેણે છરી વડે વાંસાના ભાગે એક ઘા મારી દીધો હતો, તેમજ બીજો ઘા ડાબા પગના પંજા પર મારીને ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.ડી. કલસરિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.








































