આસામમાં કુદરતનો એવો કહેર છે કે, ચારેય તરફ ફક્ત પાણી જ પાણી જાવા મળી રહ્યું છે. આ તબાહીથી અત્યાર સુધી ૮૦થી વધુ લોકોનાં મોત થઈ ચૂક્્યાં છે, જ્યારે ૭ લાખ લોકો બેઘર થઈ ગયા છે. છેલ્લા ૬ દાયકામાં આવેલા આ સૌથી ભયાનક પૂરે પાકને સંપૂર્ણપણે તહેસનહેસ કરી નાખ્યો છે, જ્યારે જનજીવન અસ્તવ્યસ્ત છે. રાહત શિબિરોમાં હજારો લોકો આશરો લેવા મજબૂર બન્યા છે.આસામ ઉપરાંત ગુજરાત, ઓડિશા અને કાશ્મીર ઘાટીમાં પણ પૂરનો કહેર છે. કાશ્મીર ઘાટીના ઉપરવાસમાં આભ ફાટવાથી દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લાના ઘણા ગામો અચાનક આવેલા પૂરની ઝપેટમાં આવી ગયા છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ખેડા, અને સુરત જિલ્લામાં સ્થિતિ ભયાનક બની રહી છે, જ્યાં પાણી ઓસરવાની સાથે મૃતદેહો તણાયેલા મળ્યા છે અને વહીવટી તંત્રએ અત્યાર સુધી ૩૦થી વધુ મોતોની પુષ્ટિ કરી છે.
ઓડિશામાં પણ સતત વરસાદથી સ્થિતિ અત્યંત ગંભીર બનેલી છે. ઘણી નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, જેના કારણે ૨ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને ૩ લોકોએ જીવ ગુમાવ્યા છે.આસામમાં પૂરની આફતથી અત્યાર સુધીમાં ૮૦થી વધુ લોકોના મોત થઈ ચૂક્્યા છે. જ્યારે ૧૧ જિલ્લાઓમાં લગભગ ૭.૨૧ લાખ લોકો અને લગભગ ૯૦૦ ગામો આ પૂરની સીધી ઝપેટમાં છે.પૂરની કહાનીનું મુખ્ય કેન્દ્ર બ્રહ્મપુત્ર નદીને માનવામાં આવે છે, જેનો વ્યાપ સામાન્ય મર્યાદાથી ત્રણ ગણો વધીને લગભગ ૨૧ કિલોમીટર પહોળો થઈ ગયો છે. નદીના આ રૌદ્ર સ્વરૂપે આસપાસના વિસ્તારોને સીધી રીતે પ્રભાવિત કર્યા છે.
આસામમાં ચરાઈદેવ, શિવસાગર, જારહાટ અને ગોલાઘાટ જિલ્લા પૂરથી સૌથી વધુ પ્રભાવિત છે. એકલા ચરાઈદેવમાં જ લગભગ ૮૦,૦૦૦ લોકો સંકટનો સામનો કરી રહ્યા છે. ગોલાઘાટ, બશ્વિનાથ, કામરૂપ અને ધેમાજી સહિત અન્ય વિસ્તારના ૪૩૭ ગામો પાણીમાં ડૂબી ગયા છે.પૂરના પાણીએ રાજ્યની ખેતીવાડીને બરબાદ કરી દીધી છે. ૨૧,૫૨૩ હેક્ટર કૃષિ ક્ષેત્ર પાણીમાં ડૂબેલું છે, જ્યારે પાણીના ભારે પ્રવાહમાં અત્યાર સુધી ૧૧,૦૦૦થી વધુ પશુઓ અને અન્ય પ્રાણીઓ તણાઈ ગયા છે.થાંભલા અને ટ્રાન્સફોર્મર તણાઈ જવાના કારણે લગભગ ૧૩,૦૦૦ ઘરોમાં છેલ્લા ૧૧ દિવસથી અંધારપટ છવાયું છે.
પૂરની તબાહીને પહોંચી વળવા બચાવ અને રાહત દળો જાડાયેલા છે. આસામમાં ૨૧૬ રાહત શિબિરો અને ૧,૭૮૮ રાહત વિતરણ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. આ શિબિરોમાં ૭૧,૪૧૬ લોકો આશરો લીધો છે, જેને ભોજન, દવાઓ અને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.પૂરની તબાહીના કારણે કેટલાક ભાગોમાં પાણી ધીમે-ધીમે ઘટી રહ્યું છે, પરંતુ સંકટ હજુ ટળ્યું નથી. ભારતીય હવામાન વિભાગે ૩ ઓગસ્ટ સુધી આસામની સાથે-સાથે પાડોશી રાજ્યો અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયમાં ભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે.આસામનો કુલ ૪૦% હિસ્સો (૩૧,૫૦૦ ચોરસ કિમી) પૂર પ્રભાવિત છે. દર વર્ષે પૂરથી રાજ્યને સરેરાશ ૨૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થાય છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે, જેટલી પાયાની સુવિધાઓ ઊભી કરવામાં ૧૦ વર્ષ લાગે છે, પૂરના કારણે તે નાશ થવાથી આસામ દર વર્ષે વિકાસના મામલે ૧૯ વર્ષ પાછળ જતું રહે છે.આસામ સંપૂર્ણપણે નદી ખીણો પર વસેલું છે. રાજ્યના કુલ ૭૮,૪૩૮ ચોરસ કિમી ક્ષેત્રફળમાંથી ૫૬,૧૯૪ ચોરસ કિમી હિસ્સો એકલા બ્રહ્મપુત્ર નદી ખીણમાં આવે છે, જ્યારે ૨૨,૨૪૪ ચોરસ કિમી હિસ્સો બરાક નદી ખીણમાં આવે છે. આ જ કારણ છે કે, ચોમાસું શરૂ થતાની સાથે જ નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહેતી થઈ જાય છે અને પૂરથી રાજ્યમાં કરોડોનું નુકસાન થાય છે.







































