શ્રાવણ માસના પ્રથમ રવિવારે દામનગરમાં ભગવાન શિવને સમર્પિત બીજી ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પૌરાણિક માન્યતા મુજબ કાવડ યાત્રા શિવજીની વિશેષ પૂજા વિધિ છે, જેમાં કાવડ લઈને નીકળતા ભક્તોને કાવડિયા કહેવાય છે. આગામી ૧૬-૦૮-૨૦૨૬ ને રવિવારે સપ્તઋષિ ગ્રૃપ અને સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા યોજાનાર આ કાવડ યાત્રા સવારે ૮ઃ૩૦ કલાકે કુંભનાથ મહાદેવ મંદિરેથી પ્રારંભ થશે.આ યાત્રા પીપળેશ્વર મહાદેવ, રંખલેશ્વર મહાદેવ, ગંગેશ્વર મહાદેવ, નીલકંઠ મહાદેવ, પંચનાથ મહાદેવ, નાનેશ્વર મહાદેવ, ભગીરથ મહાદેવ, સુખનાથ મહાદેવ અને પૂર્ણશ્વર મહાદેવ થઈ બપોરે ૧૨ વાગે વૈજનાથ મહાદેવ મંદિરે પહોંચશે. ત્યાં મહા અભિષેક, મહા આરતી અને ત્યારબાદ ફરાળનું આયોજન રાખેલ છે. હાલ આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા પૂર જોશથી તડામાર તૈયારીઓ ચાલી રહી છે.