લાઠી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની લાઠી તાલુકા અને નગરની મહત્વપૂર્ણ બેઠક સંન્યાસ આશ્રમ પરિસરમાં યોજાઈ હતી. સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો. જી.જે. ગજેરાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના સ્થાપક ડો. પ્રવિણ તોગડિયાની ઉપસ્થિતિમાં લાઠી ખાતે યોજાનારી ધર્મસભાના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ધર્મસભાને સફળ બનાવવા માટે વિવિધ વ્યવસ્થાઓ અંગે કાર્યકર્તાઓ સાથે વિચારવિમર્શ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લાઠી તાલુકા અને નગરમાં પરિષદની સંગઠનાત્મક પ્રવૃત્તિઓને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકર્તાઓની ટીમ તૈયાર કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં મનસુખભાઈ રૈયાણી, દિલીપભાઈ દેસાઈ સહિત ધર્મપ્રેમી ભાઈઓ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.