અમરેલી જિલ્લામાં ગુરુવારે અકસ્માતની ત્રણ ઘટના નોંધાઈ હતી. જેમાં એકનું મોત તથા બે લોકો ઘાયલ થયા હતા. જિલ્લા માટે ગુરુવાર ગોઝારો સાબિત થયો હતો. બાબરાના જીવાપર (કરિયાણા) ગામે રહેતા રાકેશભાઈ મનસુખભાઈ પીપળવા (ઉ.વ.૩૫)એ એમ્બ્યુલન્સ નંબર એમએચ-૦૩-ડીવી-૧૪૮૫ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના કાકાજી સસરા મનોજભાઇ ઉફ્રે મુન્નાભાઇ મકવાણા રહે.કરીયાણા વાળા તથા સાહેદ રેખાબેન મકવાણા તા.૦૮/૧૨/૨૦૨૪ ના સાંજના આશરે સાડા પાંચેક વાગ્યા દરમિયાન હિરો સ્પ્લેન્ડર રજી. નં.GJ-૧૪-BC-૪૬૦૧ નું ચલાવી જતા હતા તે દરમિયાન બાબરા માર્કેટિંગ યાર્ડની સામે હાઇવે રોડ ઉપર એમ્બ્યુલન્સ નં.MH-૦૩-DV-૧૪૮૫ ના ચાલકે અકસ્માત સર્જી તેમના કાકાજી સસરાને માથાના ભાગે ગંભીર ઇજા કરી મોત નિપજાવ્યું હતું. બાબરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.વી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. પાલીતાણામાં રહેતા પલ્લવભાઈ હિતેશભાઈ રાવ (ઉ.વ.૩૨)એ ટોરસ ટ્રક નંબર એમએચ-૧૯-સીવાય-૪૮૮૧ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમામે, તેઓ ચાવંડ ગામે રાજકોટ-ભાવનગર હાઇવે પરથી પસાર થતાં હતા ત્યારે સ્પીડ બ્રેકર આવતા હ્યુન્ડાઇ વેર્ના રજી.નં.ય્ત્ન-૦૧-ઇછ-૨૨૬૩ ને બ્રેક મારતા પાછળથી આવતા અશોક લેલન્ડ ટોરસ ટ્રક રજી. નં.MH-૧૯-CY-૪૮૮૧ના ચાલકે પોતાનો ટ્રક પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ફરિ.ની ગાડીને પાછળના ભાગે ભટકાવી અકસ્માત કરતા તેમની વેર્ના કારની પાછળની ડેકી, પાછળનો કાચ તોડી, પાછળના બંને દરવાજાને અંદર વાળી દઇ, ચેચીસ અંદરની બાજુ વાળી તેમજ પાછળના બંને ટાયર ફાડી નાખી અકસ્માત કર્યો હતો. લાઠી પોલીસ સ્ટેશનના એએસઆઈ કે.ડી. રાઠોડ વધુ તપાસ કરી રહ્યા છે. બાબરકોટ ગામે રહેતા મનોજભાઈ દિલુભઈ સાંખટે જીજે-૧૪-બીઈ-૧૮૮૬ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના ભાઇ નરેશભાઇ પોતાના હવાલાવાળી મો.સા. સીડી ડીલક્ષ રજી.નં.GJ-૧૪-BB-૫૯૦૪ વાળી લઇને ઘરેથી જાફરાબાદ જતા હોય તે વખતે આરોપીએ પોતાના હવાલા વાળી મો.સા. રજી.નં.GJ-૧૪-BE-૧૮૮૬ પુરઝડપે અને બેફીકરાઇથી માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી અકસ્માત કરી મોઢાના ભાગે ફ્રેકચર કરી હેમરેજની ઈજા કરી હતી. જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.એમ. વાઘેલા વધુ તપાસ કરી રહ્યા છે.