ગુજરાત સરકાર દ્વારા ગિફટ સિટીમાં આપવવામાં આવતા વિદેશી દારૂ પરનો ટેક્સ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યા બાદ તેની સીધી અસર હવે જાવા મળી રહી છે. સરકારના નિર્ણય પછી સિટીમાં કાર્યરત બે માન્ય વાઇન એન્ડ ડાઇન સુવિધાઓમાં ગ્રાહકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. ઉદ્યોગ સાથે જાડાયેલા નિષ્ણાતો અને આ વિકાસ પર નજર રાખી રહેલા અધિકારીઓનું માનવું છે કે વધતી માંગને કારણે હવે દેશની જાણીતી ફૂડ એન્ડ બેવરેજ બ્રાન્ડ્‌સ પણ ગિફટ સિટીમાં પોતાની હાજરી નોંધાવવા માટે યોજના બનાવી રહી છે. આગામી કેટલાક મહિનાઓમાં આ ક્ષેત્રમાં વધુ રોકાણ અને નવા આઉટલેટ્‌સ શરૂ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગત સપ્તાહે ગુજરાત સરકારે બે અલગ-અલગ નોટિફિકેશન જાહેર કરીને ગિફટ સિટીમાં આપતા વિદેશી દારૂ પરનો વેટ ૬૫ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કર્યો છે. આ ઉપરાંત દરેક ૩૦ મિલી સ‹વગ પર વસૂલવામાં આવતી અંદાજે ૨૪૦ની વિશેષ ફી પણ સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે. આ બંને નિર્ણયોની સંયુક્ત અસરના કારણે વિદેશી દારૂની કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. પરિણામે ગ્રાહકો માટે ખર્ચ ઓછો થતાં વાઇન એન્ડ ડાઇન સ્થળોએ ફૂટફોલમાં સતત વધારો જાવા મળી રહ્યો છે.
હોશ્પિટલિટી અને ફૂડ એન્ડ બેવરેજ ઉદ્યોગ સાથે જાડાયેલા લોકોનું કહેવું છે કે કિંમતોમાં ઘટાડો થતાં હવે ગિફટ સિટી માત્ર નાણાકીય કેન્દ્ર તરીકે નહીં પરંતુ પ્રીમિયમ લાઇફસ્ટાઇલ અને ડાઇનિંગ ડેÂસ્ટનેશન તરીકે પણ વિકસી શકે છે. વધતા ગ્રાહકોને ધ્યાનમાં રાખીને અનેક જાણીતી રશ્ત્રિય બ્રાન્ડ્‌સ અહીં નવા આઉટલેટ્‌સ શરૂ કરવાની સંભાવનાઓ પર કામ કરી રહી છે. જા આ યોજનાઓ સફળ થશે તો ગિફટ સિટીમાં ખાણી-પીણી અને મનોરંજન સંબંધિત સેવાઓનો વ્યાપ વધુ વિસ્તરશે.
સરકારના તાજેતરના નિર્ણય બાદ ગિફટ સિટીના હોશ્પિટ્લિટી સેક્ટરમાં નવી ગતિ જાવા મળી રહી છે. ટેક્સમાં ઘટાડો અને વિશેષ ફી દૂર કરવાના પગલાંથી ગ્રાહકોને સીધો લાભ મળ્યો છે, જ્યારે વ્યવસાયિક દૃષ્ટિએ પણ નવા રોકાણ માટે અનુકૂળ વાતાવરણ ઊભું થયું છે. જા આગામી મહિનાઓમાં મોટી એફએન્ડબી બ્રાન્ડ્‌સ અહીં પ્રવેશ કરશે તો ગિફટ સિટીનો વિકાસ માત્ર આંતરરાષ્ટÙીય નાણાકીય કેન્દ્ર સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ તે પ્રીમિયમ ડાઇનિંગ, બિઝનેસ અને લાઇફસ્ટાઇલ હબ તરીકે પણ વધુ મજબૂત ઓળખ બનાવી શકે છે.