મોરબી જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં કુટુંબિય વિવાદે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. માળિયા તાલુકાના મોટાભેલા ગામમાં એક દીકરાએ પોતાના જ પિતાની નિર્દયી હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
પ્રાથમિક વિગતો મુજબ પ્રવિણ ઉર્ફે પવા સોમાણી નામના યુવકે પોતાના પિતા જીવણભાઈ સોમાણી પર કુહાડી વડે હુમલો કર્યો હતો. કહેવામાં આવે છે કે, પિતા દ્વારા કામધંધા અંગે વારંવાર ટોકાટોકી કરવામાં આવતા દીકરો ઉશ્કેરાઈ ગયો હતો અને ગુસ્સામાં આવીને આ ગંભીર પગલું ભર્યું હતું.
આ હુમલા દરમિયાન વૃદ્ધ પિતાને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના ગામમાં ચકચાર મચાવી દીધી છે અને સ્થાનિકોમાં ભય અને શોકનું વાતાવરણ વ્યાપી ગયું છે. આ બનાવ અંગે આરોપીના ભાઈ ભરત સોમાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. માળિયા પોલીસ સ્ટેશન દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે અને આરોપીને ઝડપી લેવા માટે તંત્ર સક્રિય બન્યું છે.










































