અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળેથી ૨૬ લોકો પાસેથી પીવાનો દેશી દારૂ મળ્યો હતો. જેમાં ૯ મહિલાઓ પણ હતી. ધારીના તરશીંગડા ગામેથી એક વેપારી ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂની ૫ બોટલ તથા લીલીયાના ગુંદરણ ગામે પાંચતલાવડા ગામ તરફ જવાના કાચા રસ્તા પરથી એક યુવક ભારતીય બનાવટની વિદેશી દારૂની ૪ બોટલ સાથે ઝડપાયો હતો.સાવરકુંડલામાં એક મહિલાના રહેણાંક મકાનેથી દેશી દારૂ બનાવવાનો ૧૫ લીટર આથો પકડાયો હતો. આ સિવાય જિલ્લામાં વિવિધ સ્થળેથી ૨૫ લોકો પાસ પરમીટ વગર કેફી પીણું પીને ફરતાં મળી આવ્યા હતા.