અમરેલીમાં એક યુવકે જ્ઞાતિ વિશે બોલવાની ના પાડતાં ઢીકાપાટુનો મુંઢમાર મારી, ગાળો આપી હતી. બનાવ અંગે ચાંપાથળ પ્લોટ વિસ્તારમાં રહેતા જયેશભાઈ સવજીભાઈ બગડા (ઉ.વ.૨૭)એ અમરેલીમાં રહેતા ભાવેશ ઉર્ફે ઉકો સામે ફરિયાદ નોંધાવી હતી.
જે મુજબ, તેઓ બાલદાઢી કરાવવા માટે ગયા હતા. તે દરમિયાન આરોપીએ ત્યાં આવી કહ્યું કે, તું ક્યા ગામનો છો, જેથી તેમણે કહ્યું કે, બહારપરા. તો આરોપીએ કહેલ કે, હું બહારપરાના બધાને ઓળખુ છું. જેથી તેમણે તેને જ્ઞાતિ વિશે બોલવાની ના પાડતા આરોપીને સારૂ નહી લાગતા ગાળો આપી, હડધૂત કરી ત્યાંથી જતો રહ્યો હતો અને મુંઢ ઇજા પહોચાડી, ગાળો આપી હતી.
અમરેલી એસસી એસટી સેલના ઈન્ચાર્જ પ્રો.આઈ.પી.એસ વલય વૈદ્ય વધુ તપાસ કરી રહ્યા છે.