સ્થાનિક પોલીસ અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહી
અમરેલી શહેરમાં આડેધડ ર્પાકિંગના કારણે ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી છે. કેરીયા રોડ, ટાવર રોડ, શાક માર્કેટ અને હરી રોડ સહિતના વિસ્તારોમાં વાહનોના અનિયંત્રિત ર્પાકિંગથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિસ્તારોમાં ટ્રાફિક નિયંત્રણ માટે TRB જવાનો અને ટ્રાફિક જમાદારોની ફરજ મુકવામાં આવી હોવા છતાં સમસ્યામાં ખાસ ઘટાડો જોવા મળતો નથી.આ બાબતે સ્થાનિક પોલીસ અધિકારીને વારંવાર રજૂઆત કરવામાં આવતી હોવાછતાં ટ્રાફિકને લઈ પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. કેરીયારોડ પર રસ્તાની એકબાજુ સદંતર બંધ હોય, આ અંગે ઘણા સમયથી રજૂઆત હોવા છતા કોઈપણ પ્રકારની કામગીરી થતી ન હોય પોલીસ પાસે કામગીરીની શું આશા રાખવી તેવો સવાલ ઉઠવા પામ્યો છે.


































