અમરેલી જિલ્લામાં ઉનાળાની તીવ્રતા દિવસે દિવસે વધતી જઈ રહી છે. સીઝનમાં પ્રથમ વખત શહેરમાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતા લોકો માટે પરિસ્થિતિ મુશ્કેલ બની છે. બપોરના સમયે અસહ્ય ગરમી અને તાપના કારણે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા, જ્યારે અનેક મતદાતાઓએ પણ બપોર બાદ મતદાન કરવાનું ટાળ્યું હતું.ગત દિવસની સરખામણીએ તાપમાનમાં વધારો નોંધાયો છે, જે સતત ચોથા દિવસે ૪૦ ડિગ્રીથી વધુ રહ્યો છે. આ સાથે હવામાં ભેજનું પ્રમાણ આશરે ૭૦ ટકા નોંધાતા ઉકળાટમાં વધારો થયો છે, જેના કારણે લોકો ગરમીથી વધુ પરેશાન બન્યા છે.ગીર વિસ્તાર સહિત સમગ્ર જિલ્લામાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે.
તાપમાનમાં સતત વધારો અને ભેજના સંયોજનથી “અગન વર્ષા” જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે સામાન્ય જનજીવન પર અસર પડી રહી છે.