અમરેલી જિલ્લામાં મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ અસામાજિક તત્વો વિરુદ્ધ કડક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત ધારી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. જાડેજાએ તૈયાર કરેલી પાસા દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ વિકલ્પ ભારદ્વાજે મંજૂરી આપી છે. પોલીસ અધિક્ષકની સૂચના મુજબ અમરેલી એલ.સી.બી. પી.આઈ. સી.પી. વાઘેલાએ આ કાર્યવાહી અમલી બનાવી છે. આરોપી દેવચંદ ઉર્ફે કાલો રવજીભાઇ સોલંકી (ઉં.વ. ૪૩), જે રોકડીયાપરા, અમરેલીનો રહેવાસી છે, તેને પાસા વોરંટની બજવણી કરી પાલરા સ્પેશિયલ જેલ, કચ્છ-ભુજ ખાતે જેલહવાલે કરવામાં આવ્યો છે.