સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તાના સૂત્રો સંભાળવા માટેની રાજકીય ગતિવિધિઓ વચ્ચે જામનગર જિલ્લામાં મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લાની ચાર મહત્વની તાલુકા પંચાયતોમાં પ્રમુખ તેમજ ઉપપ્રમુખ પદના હોદ્દેદારોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે.
મળતી વિગતો અનુસાર, જામનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સરસ્વતીબેન ખાણધર અને ઉપપ્રમુખ પદે તરુણભાઈ વસોયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે. બિનહરીફ વરણી થતાં જ કાર્યકરોએ તેમને ફૂલહાર પહેરાવીને વધાવી લીધા હતા.
ધ્રોલ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે પ્રવીણ લીંબાસીયા અને ઉપપ્રમુખ તરીકે ઉર્મિલાબેન દલસાણીયાની જાહેરાત કરવામાં આવી છે. જાડિયા તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે વૈશાલીબેન ચનીયારા અને ઉપપ્રમુખ પદે ચેતનભાઈ રામપરિયાની પસંદગી કરવામાં આવી છે.
કાલાવડ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદે સેજલબેન રમેશભાઈ બથવાર અને ઉપપ્રમુખ પદે હરપાલસિંહ જાડેજાના નામ પર મહોર મારવામાં આવી છે.
તાલુકા પંચાયત વાઇઝ હોદ્દેદારોની યાદીઃ
જામનગર તાલુકા પંચાયતઃ
પ્રમુખઃ સરસ્વતીબેન ખાણધર (બિનહરીફ)
ઉપપ્રમુખઃ તરુણભાઈ વસોયા (બિનહરીફ)
પક્ષઃ ભાજપ (બહુમતી)
ધ્રોલ તાલુકા પંચાયતઃ
પ્રમુખઃ પ્રવીણ લીંબાસીયા
ઉપપ્રમુખઃ ઉર્મિલાબેન દલસાણીયા
પક્ષઃ ભાજપ (બહુમતી)
જાડિયા તાલુકા પંચાયતઃ
પ્રમુખઃ વૈશાલીબેન ચનીયારા
ઉપપ્રમુખઃ ચેતનભાઈ રામપરિયા
પક્ષઃ ભાજપ (બહુમતી)
કાલાવડ તાલુકા પંચાયતઃ
પ્રમુખઃ સેજલબેન રમેશભાઈ બથવાર
ઉપપ્રમુખઃ હરપાલસિંહ જાડેજા
પક્ષઃ ભાજપ (બહુમતી)
રાજકીય સમીકરણોઃજિલ્લાની ૬માંથી ૫ તાલુકા પંચાયતોમાં ભાજપની સ્પષ્ટ બહુમતી
જિલ્લાના એકંદર રાજકીય સમીકરણોમાં ભાજપે ૫ તાલુકા પંચાયતો પર કબજા જમાવ્યો છે, જ્યારે લાલપુરમાં આપની જીતને રાજકીય ગલ્લામાં મોટો ઉલટફેર ગણવામાં આવી રહ્યો છે. તમામ નવનિયુક્ત હોદ્દેદારોએ પોતાના વિસ્તારના વિકાસ કાર્યોને વેગ આપવાની નેમ વ્યક્ત કરી છે.