બગસરા તાલુકાની શ્રી બાલાપુર પ્રાથમિક શાળાએ ૫૩માં રાજ્યકક્ષાના ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ સિદ્ધિ મેળવી રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળાના બાળ વૈજ્ઞાનિકો નસીત ધર્મ અને ભવ્ય સાંગાણી દ્વારા રજૂ કરાયેલી દિવ્યાંગો માટેની ‘હેલ્પ ફૂલચેર ફોર ડિસેબલ પીપલ’ (સ્માર્ટ વ્હીલચેર) કૃતિએ વિભાગ-૫ માં રાજ્ય સ્તરે પ્રથમ સ્થાન મેળવ્યું છે. માર્ગદર્શક શિક્ષક કેયુરભાઈ ઢોલરીયાના નેતૃત્વમાં તૈયાર થયેલી આ કૃતિ હવે નેશનલ કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.








































