ધારીના આંબરડી સફારી પાર્ક નજીક સિંહ પરિવારની બિન્દાસ્ત લટારે લોકોમાં ભારે કુતૂહલ જગાવ્યું છે. સફારી પાર્કમાં પ્રવાસીઓને જોવા મળતા પાંજરામાં રહેલા સિંહો નહીં, પરંતુ જંગલમાં મુક્તપણે વસવાટ કરતા ત્રણ સિંહો આંબરડી માર્ગ પર લટાર મારતા જોવા મળ્યા હતા. રસ્તા પરથી પસાર થતા સમયે સિંહ પરિવારની આ અનોખી લટાર કોઈ જાગૃત વ્યક્તિએ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધી હતી. કુદરતી વાતાવરણમાં સિંહોને આ રીતે સ્વચ્છંદ રીતે વિહરતા જોઈ વન્યજીવ પ્રેમીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. સિંહ પરિવારની આ લટારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં લોકોમાં ભારે ચર્ચા જાગી છે. ગીરના જંગલની આસપાસ વનરાજની હાજરી ફરી એકવાર આકર્ષણનું કેન્દ્ર બની છે.

































