સાવરકુંડલામાં પુત્રએ માતાને પૈસા આપી દેવા, નહીંતર જીવતા નહીં રહેવા દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે વિજયાબેન ધીરૂભાઇ રામાણી (ઉં.વ. ૭૦) એ અલ્પેશભાઇ ધીરૂભાઇ રામાણી સામે ફરિયાદ નોંધાવી હતી.તેમના પતિની હયાતીમાં તેમના બંને દીકરાઓને મિલકતમાં ભાગ પાડીને હિસ્સો આપી દીધો હતો. તેમ છતાં આરોપી પુત્ર તેમની પાસે મિલકતમાં હિસ્સો તેમજ પૈસાની માંગણી કરતો હતો. ઉપરાંત, “પૈસા આપી દેજે નહીંતર જીવતા નહીં રહેવા દઉં” તેવી ધમકી આપી હતી. તેમજ તેમને તથા સાહેદને જેમ ફાવે તેમ ગાળો ભાંડી શરીરે આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમને મારી નાખવાના ઇરાદે ઇંટ લઇને સાહેદની પાછળ મારવા માટે દોડ્યો હતો અને જતાં-જતાં જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જે. એલ. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.


































