ઉત્તરાખંડ એટલે ધર્મ-કલા-સંસ્કૃતિ-પ્રકૃતિ-શિલ્પ-સ્થાપત્યનો અણમોલ વારસો. આવો સફર કરીએ ઉત્તરાખંડની.
૧. હરિદ્વાર:
હરિદ્વાર એટલે ‘ગેટ વે ઓફ ગોડ’. ગંગાદ્વાર – મોક્ષદ્વાર – માયાપુરીના નામે જાણીતા આ સ્થળે દર બાર વર્ષે કુંભમેળો અને દર છ વર્ષે અર્ધકુંભ મેળો ભરાય છે.
શું જોશો ?: હર કી પૈડી, ચંડીદેવી ટેમ્પલ, મનસા દેવી ટેમ્પલ, દક્ષ મહાદેવ ટેમ્પલ, સપ્ત ઋષિ આશ્રમ, પીરાન કલિયાર, શાંતિકુંજ, જયરામ આશ્રમ, ભૂમા નિકેતન, ભારત માતા મંદિર, વૈષ્ણવદેવી ટેમ્પલ, રાધાકૃષ્ણ ટેમ્પલ, શ્રવણનાથમઠ, પાવન ધામ, દૂધાધરી ટેમ્પલ, બિલકેશ્વર મહાદેવ, શાહી ગુરુદ્વારા, પ્રેમનગર આશ્રમ, મા આનંદમયી આશ્રમ.
કેવી રીતે જશો ?:નજીકનું એરપોર્ટ જોલીગ્રાંટ (૩૬ કિ.મી.). દેશના મુખ્ય સ્થળો એથી રેલ-સડક માર્ગે જોડાયેલું છે.
૨. ઋષિકેશ :
ગંગા અને ચંદ્રભાગાના સંગમ પર આવેલું ઋષિકેશ આધ્યાત્મિક કેન્દ્રસ્થાને છે.
શું જોશો ?: લક્ષ્મણ ઝૂલા, રામ ઝૂલા, રઘુનાથ ટેમ્પલ, પુષ્કર ટેમ્પલ, વેંકટેશ્વર ટેમ્પલ, ચંદ્રમૌલેશ્વરન ટેમ્પલ, શત્રુઘ્ન ટેમ્પલ, ભારતમંદિર, લક્ષ્મણ ટેમ્પલ, શિવાનંદ આશ્રમ, મહેશયોગી આશ્રમ, સ્વર્ગ આશ્રમ, ગીતાભવન, વેદ નિકેતન, પરમાર્થ નિકેતન, રાજાજી નેશનલ પાર્ક, નીલકંઠ મહાદેવ.
કેવી રીતે જશો ?: નજીકનું એરપોર્ટ જોલીગ્રાંટ (૨૧ કિ.મી.). દેશના મુખ્ય શહેરો સાથે રેલ-સડક માર્ગે જોડાયેલું છે.
૩. નૈનિતાલ:
સાગર સપાટીથી ૨૦૮૪ મીટર્સની ઊંચાઈ પર આવેલું નૈનિતાલ એ ઈન્ડિયાનું ‘લેઈક ડિસ્ટ્રીક્ટ’ ગણાય છે. સાત-સાત પહાડીઓથી ઘેરાયેલું નૈનિતાલ અદ્ભુત ભાસે છે.
શું જોશો ?: નૈનિતાલ લેઈક (યાચટિંગ, બોટિંગ, પેડલિંગ), નૈનાદેવી ટેમ્પલ, સ્નોવ્યૂ, ચાઈના પીક, ટિફિનટોપ, હનુમાન ગઢી.
કેવી રીતે જશો ?: નજીકનું રેલવેસ્ટેશન કથગોદામ (૪૨ કિ.મી.), મુખ્ય શહેરો સાથે સડકમાર્ગે જોડાયેલું છે.
૪. રાનીખેત:
રાનીખેતનો અર્થ થાય છે. ‘ક્વિન્સ લેન્ડ’ આ હિલ સ્ટેશન પર બારેયમાસ નેચરલ બ્યુટીને માણવા માટે સહેલાણીઓ ઉમટી પડે છે.
શું જોશો ?: ચૌબતિયા ગાર્ડન, ગોલ્ફ કોર્સ, તારિકહેટ, મનકામેશ્વર, મજખાલી, સયાલીખેત, હૈદાખાન ટેમ્પલ, ઝૂલાદેવી ટેમ્પલ, ભાલુડેમ, કેઆરસી મ્યુઝિયમ.
કેવી રીતે જશો ?: કથ ગોદામ (૭૮ કિ.મી.) એ નજીકનું એરપોર્ટ છે. ઉત્તરાખંડ અને નોર્ધન ઈન્ડિયાના મુખ્ય શહેરો સાથે સડક માર્ગે જોડાયેલું છે.
૫. કૌસાની:
નેચરલ વોક, જંગલ ટ્રેક અને બર્ડ વોચિંગ માટે જાણીતું કૌસાની સ્વપ્નપ્રદેશ સમું લાગે છે.
શું જોશો ?: અનાસક્તિ આશ્રમ, રૂદ્રાધારી વોટરફોલ, શિવ ટેમ્પલ, આદિ કૈલાસ, કૌસાની ટી એસ્ટેટ, લક્ષ્મી આશ્રમ, સરલા આશ્રમ, સુમિત્રાનંદન પંત ગેલેરી.
કેવી રીતે જશો ?: ઉત્તર ભારતના મુખ્ય શહેરો સાથે સડકમાર્ગે અને કઠ ગોદામ (૧૩૨ કિ.મી.) રેલમાર્ગ સાથે જોડાયેલું છે.
૬. કોર્બેટ નેશનલ પાર્ક:
૫૨૧ ચો. કિ.મી.માં વિસ્તરેલો આ પાર્ક બંગાળ ટાઈગર માટે પ્રોટેક્ટેડ વિસ્તાર છે.
શું જોશો ? ઃ વાઈલ્ડ લાઈફ (અસંખ્ય પશુ-પક્ષી અને પ્રાણીઓ), સફારી ઝોન, ઝીરણા, બીજ રાની, ધિકાલા, કોર્બેટ જંગલ મ્યુઝિયમ, સીતાબાની ફોરેસ્ટ રિઝર્વ, ગર્જીયા ટેમ્પલ.
કેવી રીતે જશો ? ઃ નજીકનું રેલસ્ટેશન રામનગર (૮૬ કિ.મી.). ઉત્તર ભારતના મુખ્ય શહેરો સાથે સડકમાર્ગે સંકળાયેલું છે.
૭. દહેરાદૂન ઃ
‘દહેરા’ અર્થાત્ જમીન પરનો તંબુ અને આરાધના સ્થાન તરીકે ભીષ્મ પિતામહે અત્રે સ્થાપિત આશ્રમ ‘દૂન’ એટલે ‘દહેરાદૂન..!’
શું જોશો ?: તપકેશ્વર ટેમ્પલ, લક્ષ્મણ સિધ્ધ ટેમ્પલ, સંતલા દેવી ટેમ્પલ, માલસી, ડિયરપાર્ક, રોબટ્ર્સ કેવ મિંડ રોલિંગ મોનેસ્ટ્રી, ગુરૂ રામ રાય દરબાર, ક્લોક ટાવર.
કેવી રીતે જશો ?: નજીકનું એરપોર્ટ જોલીગ્રાન્ટ (૨૫ કિ.મી. – દહેરાદૂનથી) ભારતના મુખ્ય શહેરો સાથે રેલ-સડક માર્ગે જોડાયેલું છે.
૮. મસૂરી:
૨૦૦૦ મિટર્સ (૬૦૦૦ ફિટ)ની ઊંચાઈ પર આવેલું આ હિલ સ્ટેશન હિલ રિસોર્ટ અને હનીમૂન સ્પોટ છે. અહીંયાથી હિમાલયન સ્નોનો વન્ડરફૂલ નજારો માણી શકાય છે.
શું જોશો ?: ભટ્ટા ફોલ્સ, ઝારીપંતી ફોલ્સ, ક્લાઉડ્સ એન્ડ કેમલ્સ બેક રોડ, લાલ તિબ્બા, ગનહિલ, ધ મોલ રોડ, લેઈક મિસ્ટ, કેમ્પટી ફોલ્સ, ધનૌલ્ટી, લા.બ. શાસ્ત્રી નેશનલ એકેડમી.
કેવી રીતે જશો ?: નજીકનું એરપોર્ટ જોલીગ્રાંટ (૬૦ કિ.મી. મસૂરીથી) – દહેરાદૂન નજીકનું રેલવે સ્ટેશન મુખ્ય શહેરો સાથે સડક માર્ગે જોડાયેલું છે.
૯. ઔલી:
ઔલી એ ઉત્તરાખંડનું જાણીતું સ્કીઈંગ ડેસ્ટીનેશન છે. સમુદ્રતટથી ૩૦૫૦ મિટર્સની ઊંચાઈ પર આવેલું ઔલી ૨૫૯૯ મિટર્સમાં ફેલાયેલું છે. એડવેંચર લવર્સ માટે જાણીતું છે.
શું જોશો ?: આર્ટિફિશિયલ લેઈક, ઔલી રોપવે (ચેર લિફ્ટ અને સ્કી લિફ્ટ), ગુરસો બગ્યાલ, ચત્રકુંડ, ક્વારી બગ્યાલ, ચેનાબ લેઈક.
મોનસૂન સિવાય વર્ષ દરમિયાન ઈચ્છો ત્યારે જઈ શકો છો. ડિસેમ્બર થી માર્ચનો સમયગાળો ઉત્તમ છે.
કેવી રીતે જશો ?: નજીકનું એરપોર્ટ જોલીગ્રાંટ (૨૮૬ કિ.મી.), ઋષિકેશ સાથે રેલમાર્ગે નેઉત્તરાખંડના મુખ્ય શહેરો સાથે સડક માર્ગે જોડાયેલું છે.
૧૦. ચંબા:
૧૬૭૬ મીટર્સની ઊંચાઈ પર આવેલું ચંબા તેહરી ગઢવાલનું હૃદય ગણાય છે. ભગીરથી નદી કાંઠે વસેલો લીલોતરીથી ભરપૂર આ પ્રદેશ છે.
શું જોશો ?: થમાય સાગર, જોન્સી, ન્યુ તેહરી, નરેન્દ્ર નગર, સુરખંડા દેવી ટેમ્પલ.
કેવી રીતે જશો ?: નજીકનું એરપોર્ટ જોલી ગ્રાન્ટ (૨૦ કિ.મી.) ઋષિકેશથી અને મસૂરીથી (૫૮ કિ.મી.) – રેલમાર્ગ ઋષિકેશ (૬૦ કિ.મી.) મુખ્ય શહેરોથી સડકમાર્ગે જોડાયેલું છે.
૧૧. અલમોડા:
ઉત્તરાખંડનું જાણીતું હિલસ્ટેશન એટલે અલમોડા. અહીંથી હિમાલયના હિમાચ્છાદિત શિખરોનું રમણીય દર્શન થાય છે. એક દંતકથા અનુસાર અલમોડા વિષ્ણુ ભગવાનનું નિવાસસ્થાન હતું.
શું જોશો ?: કસાર દેવી, કટરમલ, સૂર્ય મંદિર, ડિયર પાર્ક, ચિતાઈ ટેમ્પલ, ચંદ્રેશ્વર પબ્લીક મ્યુઝિયમ, નંદાદેવી ટેમ્પલ.
કેવી રીતે જશો ?: નજીકનું એરપોર્ટ પંતનગર (૧૨૭ કિ.મી.) રેલ સ્ટેશન, કઠ ગોદામ (૯૦ કિ.મી.), મુખ્ય શહેરો સાથે સડક માર્ગે જોડાયેલું છે.
sanjogpurti@gmail.com









































