ઉના તાલુકાના અમોદ્રા ગામે સંત શિરોમણી મુળદાસ બાપાના નવનિર્મિત મંદિરનો ત્રણ દિવસીય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ તા. ૨૧ નવેમ્બરે પૂર્ણ થયો હતો. અંતિમ દિવસે વિશ્વકર્મા ભગવાન, મુળદાસ બાપા સહિત દેવી-દેવતાઓની શોભાયાત્રા યોજાઈ હતી. વેદમંત્રોચ્ચાર સાથે મૂર્તિઓની પ્રતિષ્ઠા કરાઈ હતી. ત્યારબાદ બીડાહોમ, પૂર્ણાહુતિ અને મહાપ્રસાદ યોજાયાં હતાં. મહેશભાઈ કવાના સહયોગથી યોજાયેલા કાર્યક્રમમાં સંતો, મહંતો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.