બગસરા તાલુકાના હડાળા ગામે ગુજરાત નેચરલ ર્ફામિંગ સાયન્સ યુનિવર્સિટી, હાલોલના કુલપતિ ડા. સી. કે. ટીંબડિયાના માર્ગદર્શન હેઠળ કોલેજ ઓફ નેચરલ ર્ફામિંગ, અમરેલી દ્વારા પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હડાળા સહિત આસપાસના ગામોના ૫૦ થી વધુ ખેડૂતો જોડાયા હતા.કાર્યક્રમમાં કુલપતિ ડા. ટીંબડિયાએ પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક આધાર, દેશી ગાય આધારિત ખેતી, જીવામૃત, બીજામૃત અને મિશ્ર પાક પધ્ધતિના ફાયદા સમજાવ્યા હતા. રાસાયણિક, સેન્દ્રિય અને પ્રાકૃતિક ખેતી વચ્ચેનો તફાવત પણ સમજાવ્યો હતો. કોલેજના આચાર્ય ડા. એસ. પી. દેશમુખે દેશી બિયારણનું મહત્વ જણાવ્યું હતું. કુલદીપભાઈ દીક્ષિતે ખેડૂત ઉત્પાદન સંગઠન અંગે માહિતી આપી હતી. પ્રગતિશીલ ખેડૂત પ્રવીણભાઈ આસોદરિયાએ પ્રાકૃતિક પેદાશોના માર્કેટિંગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. અંતે પ્રશ્નોત્તરી યોજાઈ હતી. તેમાં ખેડૂતોના પ્રશ્નોના જવાબો આપવામાં આવ્યા હતા.








































