અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન(એએમસી) સંચાલિત હોસ્પિટલોમાં ડાક્ટરોની હાજરીને લઈને ચાલી રહેલી ફરિયાદો બાદ તંત્રએ હવે હાજરીની જૂની વ્યવસ્થામાં મોટો ફેરફાર કર્યો છે. અત્યાર સુધી ડાક્ટરો સવારે ૯ વાગ્યે અને સાંજે ૫ વાગ્યે એમ માત્ર બે વખત બાયોમેટ્રિક હાજરી પૂરતા હતા. પરંતુ આ બંને સમયની હાજરી નોંધાવ્યા બાદ વચ્ચેના સમયગાળામાં ડાક્ટરો હોસ્પિટલમાંથી ગેરહાજર રહેતા હોવાની અને ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદો થઈ હતી. હવે આ પદ્ધતિમાં ફેરફાર કરીને ડાક્ટરોએ દિવસમાં ત્રણ વખત બાયોમેટ્રિક પંચ ઇન અને પંચ આઉટ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. એટલે કે સવારે ૯, બપોરે ૨ અને સાંજે ૫ વાગ્યે હાજરી નોંધાવવી પડશે.
કોર્પોરેશન સંચાલિત એસવીપી, એલ.જી., શારદાબેન અને નગરી સહિતની હોસ્પિટલોમાં ડાક્ટરોની હાજરી અંગે અગાઉથી ફરિયાદો થતી હતી. જૂની વ્યવસ્થા મુજબ સવારે હોÂસ્પટલ પહોંચ્યા બાદ ડાક્ટરો બાયોમેટ્રિક સિસ્ટમમાં હાજરી નોંધાવતા અને સાંજે ફરજ પૂર્ણ કરતી વખતે ફરી પંચિંગ કરતા હતા. આ બે સમયની હાજરી વચ્ચે ડાક્ટરો હોસ્પિટલમાં હાજર રહે છે કે નહીં તેની સતત ચકાસણી થતી નહોતી. પરિણામે સવારે હાજરી પૂરીને હોસ્પિટલની બહાર જતા હોવાની અને ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાની ફરિયાદો તંત્ર સુધી પહોંચી હતી.આ બાબત મ્યુનિસિપલ કમિશનરના ધ્યાન પર પણ આવી હતી. ત્યારબાદ હાજરીની પદ્ધતિમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે તમામ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને સર્ક્યુલર મોકલીને નવી વ્યવસ્થા અમલમાં મૂકવાની સૂચના આપવામાં આવી છે. હવે માત્ર સવાર અને સાંજની હાજરી પૂરતી નહીં રહે, પરંતુ બપોરે ૨ વાગ્યે પણ ડાક્ટરોએ બાયોમેટ્રિક પંચિંગ કરવું પડશે. આથી દિવસના મધ્યભાગમાં પણ ડાક્ટરો હોÂસ્પટલમાં હાજર છે કે નહીં તેની નોંધ ઉપલબ્ધ રહેશે.
નવી વ્યવસ્થામાં માત્ર ત્રણ વખત હાજરી પૂરાવવાની જાગવાઈ નથી, પરંતુ તેની દેખરેખની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. દરેક હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે ડાક્ટરોની દૈનિક બાયોમેટ્રિક હાજરીનો રિપોર્ટ તૈયાર કરીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સોંપવાનો રહેશે. આ રિપોર્ટની મ્યુનિસિપલ કમિશનર દ્વારા સમીક્ષા કરવામાં આવશે. આમ, હોસ્પિટલઅ ડાક્ટરોની હાજરીની માહિતી હવે નિયમિત રીતે ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચશે.
એક હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટના જણાવ્યા મુજબ, ડાક્ટરોની ગેરહાજરી અંગે તેમને તેમજ મ્યુનિસિપલ કમિશનરને અનેક ફરિયાદો મળી હતી. આ ફરિયાદોને ધ્યાનમાં રાખીને તમામ હોસ્પિટલોમાં ત્રણ વખત બાયોમેટ્રિક હાજરી નોંધાવવા અંગેનો પત્ર મોકલવામાં આવ્યો છે. જા કે, કોઈ ડાક્ટર નિર્ધારિત સમયે ઓપરેશનમાં વ્યસ્ત હોય તો તેમને કામગીરી પૂર્ણ થયા બાદ હાજરી નોંધાવવાની છૂટ આપવામાં આવી છે. અત્યાર સુધીની વ્યવસ્થામાં સવારે ૯ અને સાંજે ૫ વાગ્યાની હાજરીના આધારે ડાક્ટરોની હાજરી નોંધાતી હતી. નવી પદ્ધતિમાં બપોરે ૨ વાગ્યે પણ પંચિંગ ફરજિયાત કરાતાં વચ્ચેના સમયગાળામાં હોÂસ્પટલમાં ડાક્ટરોની હાજરી અંગે વધુ સ્પષ્ટતા મળી શકશે. ખાસ કરીને ખાનગી પ્રેક્ટિસ અને ફરજ દરમિયાન ગેરહાજરીની ફરિયાદો બાદ તંત્રએ આ ફેરફાર કર્યો છે.






































