ધારી-ખાંભા-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડીયાના ‘જે.વી. કાકડીયા ફાઉન્ડેશન-ટ્રસ્ટ’ દ્વારા આર્થિક અને પારિવારિક રીતે નબળા પરિવારોની દીકરીઓ માટે એક ઉમદા પહેલ કરવામાં આવી છે. ટ્રસ્ટ દ્વારા ‘દીકરીનો કરિયાવર–૨૦૨૭’ અંતર્ગત ૧૦૧ દીકરીઓના સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું ભવ્ય આયોજન જાહેર કરાયું છે. સમાજની દીકરીઓ સન્માન અને જાહોજલાલી સાથે લગ્નનો પ્રસંગ માણી શકે તથા સામાજિક એકતા મજબૂત બને તેવા આશયથી આ સેવાકીય કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે.








































