ચલાલા શહેરમાં શ્રી મોગલ માનવસેવા ટ્રસ્ટ દ્વારા સાઈ મંદિરના સાનિધ્યમાં તુલસી વિવાહ સાથે ૫૦મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોની દીકરીઓનાં લગ્ન ધાર્મિક માહોલ અને સેવાભાવના વાતાવરણમાં સંપન્ન થયાં હતાં. ટ્રસ્ટના પ્રમુખ રાજુદાદા જાનીએ આ આયોજનની સફળતાને આઈ મોગલમાના આશીર્વાદ, શ્રદ્ધા, સબૂરી અને દાન મહારાજની અસીમ કૃપાનું ફળ ગણાવ્યું હતું. આ પ્રસંગે મહાવીરબાપુ, હર્ષદબાપુ ભગત, મયૂરબાપુ સહિત સંતો-મહંતો તેમજ ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.