મોટી કુંકાવાવ તાલુકાના રામપૂર ગામે નિર્મળ પરિવાર દ્વારા વૈષ્ણવ આચાર્ય ૧૦૮ પ્રભુજી મહારાજ તથા ચિરંજીવી રામેશ્વર મહારાજના પાવન સાનિધ્યમાં અલૌકિક પલના નંદ મહોત્સવ મનોરથ અને લોટી ઉત્સવનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઠાકોરજીને પાલનામાં બિરાજમાન કરી અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. દિવ્ય વાતાવરણમાં પલનામાં ઝૂલતા લાલાના અલૌકિક દર્શન કરીને ઉપસ્થિત વૈષ્ણવજનો ભાવવિભોર બની ગયા હતા. આ ઉત્સવ દરમિયાન કીર્તન મંડળી દ્વારા તેમજ બીનાબેન શિંગાળા અને જયસુખભાઈ લુણાગરીયા દ્વારા ઉપસ્થિત બહેનો અને ભક્તજનોને ઠાકોરજીનો પ્રસાદ વિતરણ કરવામાં આવ્યો હતો.