ધારી તાલુકાના ચલાલા વિસ્તારમાં પોલીસ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સંયુક્ત રીતે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દરમિયાન ગેરકાયદે વીજ જોડાણ મળી આવતાં પીજીવીસીએલ દ્વારા અંદાજે રૂ. ૧.૫૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ચલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગંભીર ગુનાના આરોપી બાધુભાઈ ઘાનાભાઈ વાળાના મીઠાપુર (ડુંગરી), હરિયાણમ સોસાયટી, તા. ધારી, જિ. અમરેલી સ્થિત રહેણાક મકાનમાં આ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન વીજળીનું ગેરકાયદે જોડાણ મળી આવતાં પીજીવીસીએલ દ્વારા નિયમ મુજબ દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીથી ગેરકાયદે વીજ વપરાશ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.