કેન્દ્ર સરકારે વાહન પ્રદૂષણ પ્રમાણપત્રો ( પીયુસી પ્રમાણપત્રો) ની માન્યતા સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યા છે. નવા નિયમો હેઠળ,પીયુસી પ્રમાણપત્રની માન્યતા હવે બધા વાહનો માટે સમાન રહેશે નહીં, પરંતુ તે વાહનના ભારત સ્ટેજ ઉત્સર્જન ધોરણો, ઉંમર અને વાણિજ્યિક અથવા ખાનગી ઉપયોગ પર આધાર રાખશે. આનો અર્થ એ છે કે કેટલાક વાહનોને ત્રણ મહિના, છ મહિના અથવા બે કે ત્રણ વર્ષ માટે માન્ય પીયુસી પ્રમાણપત્ર મળી શકે છે.સરકારના નવા નિર્ણયથી જૂના વાહનો માટે પ્રદૂષણ પરીક્ષણ નિયમો કડક બન્યા છે, પરંતુ નવા બીએસ-૬ વાહનોના માલિકોને નોંધપાત્ર રાહત મળી છે. સરકારના નવા ગેઝેટ નોટિફિકેશન અનુસાર, જૂની શ્રેણીના વાહનો માટે માન્યતા અવધિ નક્કી કરવામાં આવી છે. બીએસ ૧, બીએસ-૨ અને બીએસ-૩ વાહનો માટે પીયુસી પ્રમાણપત્રો ફક્ત ત્રણ મહિના માટે માન્ય રહેશે. બધા બીએસ-૪ વાહનો (ખાનગી અને વાણિજ્યિક બંને) હવે દર છ મહિને તેમના પ્રદૂષણ પ્રમાણપત્રોનું નવીકરણ કરાવવાની જરૂર પડશે.
નવા નિયમોમાં સૌથી મોટો ફેરફાર બીએસ-૬ વાહનોને લાગુ પડે છે. આ બે શ્રેણીઓમાં વિભાજિત છેઃ ખાનગી અને વાણિજ્યિક. નોંધણીની તારીખથી ૬ વર્ષ સુધીના ખાનગી વાહનોને દર ૩ વર્ષે પીયુસી મેળવવાની જરૂર પડશે. ૬ થી ૧૦ વર્ષ જૂના વાહનોને દર ૧ વર્ષે પીયુસી ટેસ્ટ કરાવવાની જરૂર પડશે. વધુમાં, ૧૦ વર્ષથી વધુ જૂના બીએસ-૬ ખાનગી વાહનોને દર ૬ મહિને પીયુસી ટેસ્ટ કરાવવાની જરૂર પડશે.નોંધણીની તારીખથી ૬ વર્ષ સુધીના વાણિજ્યિક વાહનોને દર ૨ વર્ષે પ્રમાણપત્ર મેળવવાની જરૂર પડશે. ૬ થી ૧૦ વર્ષ દરમિયાન દર ૧ વર્ષે નવીકરણ કરાવવાની જરૂર પડશે. ૧૦ વર્ષથી વધુ જૂના વાણિજ્યિક વાહનોને પણ દર ૬ મહિને પ્રદૂષણ તપાસ કરાવવાની જરૂર પડશે.સૂચના એ પણ સ્પષ્ટ કરે છે કે અગાઉ જારી કરાયેલ પ્રમાણપત્રો માટે નવી માન્યતા અવધિ નિયમો અમલમાં આવ્યા પછી પ્રથમ નવીકરણથી અમલમાં આવશે. વધુમાં, જા વાહન માલિક તેની સમાપ્તિ તારીખના ૧૦ દિવસ પહેલા પ્રમાણપત્રનું નવીકરણ કરે છે, તો નવું પ્રમાણપત્ર પાછલી સમાપ્તિ તારીખથી અસરકારક રહેશે. જા કે, જા પ્રમાણપત્ર સમાપ્તિ તારીખ પછી નવીકરણ કરવામાં આવે છે, તો તે નવીકરણની તારીખથી અસરકારક રહેશે.
નવા નિયમો પ્રમાણપત્ર નવીકરણ માટેની તારીખ પણ સ્પષ્ટ કરે છે. જા વાહન માલિક તેની સમાપ્તિ તારીખ પહેલાં હાલના પીસીયુ પ્રમાણપત્રનું નવીકરણ કરે છે, તો નવી માન્યતા અવધિ અલગ રીતે નક્કી કરવામાં આવશે. જા પ્રમાણપત્ર તેની સમાપ્તિ તારીખ પહેલાં છેલ્લા ૧૦ દિવસની અંદર નવીકરણ કરવામાં આવે છે, તો નવા પ્રમાણપત્રની માન્યતા જૂના પ્રમાણપત્રની સમાપ્તિ તારીખથી શરૂ થશે.માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે સેન્ટ્રલ મોટર વાહન (૧૬મો સુધારો) નિયમો, ૨૦૨૬ હેઠળ આ ફેરફારની સૂચના આપી છે. આ સુધારો મોટર વાહન અધિનિયમ, ૧૯૮૮ હેઠળ કરવામાં આવ્યો છે. ગેઝેટમાં પ્રકાશિત થયા પછી નિયમો અમલમાં આવ્યા. જાકે, નવા નિયમો અમલમાં આવ્યા તે પહેલાં જારી કરાયેલા પીયુસી પ્રમાણપત્રોની માન્યતા આપમેળે બદલાશે નહીં. સુધારેલ સમયમર્યાદા ફક્ત ત્યારે જ લાગુ થશે જ્યારે નવા નિયમો અમલમાં આવ્યા પછી પ્રથમ વખત તેનું નવીકરણ કરવામાં આવશે.







































