લીલીયા મોટાની શ્યામવાડી ખાતે દિવાળી પર્વ નિમિત્તે અમૃતબા વિદ્યાલયની વર્ષ ૧૯૮૫ની બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું ભવ્ય સ્નેહમિલન યોજાયું હતું. રામજીભાઈ હોથી અને કિરીટભાઈ જેઠવાના આયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં વિદેશ, મુંબઈ અને સુરતથી આવેલા ડોક્ટરો, અધિકારીઓ અને વેપારીઓ સહિતના મિત્રોએ પરિવાર સાથે ઉત્સાહભેર ભાગ લીધો હતો. નીતિન ભટ્ટના ઓર્કેસ્ટ્રા ગ્રુપના સંગીત સથવારે સૌએ જૂની યાદો તાજી કરી રાસ-ગરબા, કપલ ડાન્સ, રમતો અને હાસ્ય-વિનોદનો આનંદ માણ્યો હતો તેમજ પોતાના જીવનના અનુભવો વહેંચ્યા હતા. કાર્યક્રમમાં ચેતનભાઈ મહેતા દ્વારા આઈસ્ક્રીમ અને દુલાભાઈ ચાવડા દ્વારા ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ હતી, જ્યારે કાનાભાઈ શ્રદ્ધાવાળાએ સંચાલન કર્યું હતું. સંગીત ટીમના સન્માન સાથે આ પ્રસંગ જૂની મિત્રતાને મજબૂત બનાવતો યાદગાર બની રહ્યો હતો.








































