દામનગરમાં ગારિયાધાર રોડ પર વાલ્મીકિ વાસને અડીને આવેલ ગંદા પાણીના નિકાલ માટેની ગટર ઢાકવામાં અધૂરી રાખી દેવાઈ છે. આવી ખુલ્લી ગટરોને કારણે વાહન વ્યવહારની સતત અવરજવર અને રહેણાંક વિસ્તારના લોકો અને પશુઓ માટે જોખમી અને કોઈપણ સમયે અકસ્માત થવાનો ભય રહે છે. સ્થાનિકો આવી ખુલ્લી ગટરને તાકીદે ઢાંકવામાં આવે એવી માગણી નગરપાલિકા તંત્ર સમક્ષ કરી રહ્યા છે.










































