ભારતીય સંસ્કૃતિમાં આધ્યાત્મિકતા અને સંસ્કારનું મૂલ્ય રહેલું છે.ભારતીય સંસ્કૃતિમાં વેદો, ઉપનિષદો અને મહાનગ્રંથોની ગાથા ગાવામાં આવી છે. વિક્રમ સવંત પ્રમાણે નવું વર્ષ એ નવા સંકલ્પો અને ધ્યેયને સિધ્ધ કરવા માટે શક્તિ પ્રદાન કરે છે.દીપોત્સવ પર્વએ અંધકારથી પ્રકાશ તરફ લઈ જાય છે. માનવ જીવન વ્યાધિ, ઉપાધિમાં વ્યતિત કરે છે ત્યારે જીવન જીવવા માટે કર્મ, કૌશલ્યતા અને કમાણી થકી આર્થિક ઉપાર્જન પ્રાપ્ત કરવું પડે છે. કોડિયાની અંદર ભરેલું તેલ હોય સુધી દીવો પ્રકાશ ફેલાવે છે. દીવાની શક્તિ તેલ છે. એમ માનવની શક્તિ સત્કર્મો, સેવાકીયકાર્ય અને પ્રામાણિકતાથી જીવન જીવવાની પ્રેરણા દીપોત્સવ પર્વથી પ્રાપ્ત થાય છે. કોઈકનો દીવો ઓલવવા કરતા દીવો પ્રગટાવવામાં માનવતા રહેલી છે.
દીપોત્સવ એટલે કે દિવાળી, ભારતીય સંસ્કૃતિનો સૌથી મોટો અને પ્રકાશમય તહેવાર છે.અંધકાર પર પ્રકાશનો,અસત્ય પર સત્યનો અને અજ્ઞાન પર જ્ઞાનનો વિજય દર્શાવતો આ મહાપર્વ શ્રધ્ધા,ઉલ્લાસ અને રોશનીથી સમગ્ર દેશને ઝળહળતો કરી દે છે.આ પર્વ માત્ર એક દિવસનો નથી, પરંતુ આસો વદ અમાસથી શરૂ થઈને કારતક સુદ બીજ (ભાઈબીજ) સુધી ચાલતો પાંચ દિવસનો ભવ્ય ઉત્સવ છે.
ધનતેરસ (આસો વદ તેરસ) આ દિવસે ધન અને સ્વાસ્થ્યના દેવતા ભગવાન ધન્વંતરિ તેમજ માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.નવી વસ્તુઓ, વાસણો કે સોના-ચાંદીની ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.બે નંબરની લક્ષ્મીથી ખરીદેલું ધન લાંબો સમય ટકતું નથી. પરિશ્રમ અને કર્મથી મેળવેલી સંપત્તિ ધનલક્ષ્મી તરીકે પૂજાય છે. ગોલ્ડ કે સિલ્વરએ તો માત્ર ભૌતિક સુખ સગવડ છે. સાચું ગોલ્ડ તો માનવતામાં વહેંચેલો સ્નેહ, પ્રેમ અને જનકલ્યાણ છે.
કાળી ચૌદસ (આસો વદ ચૌદસ) રૂપ પર્વ કે કાળી ચૌદસ તરીકે ઓળખાતા આ દિવસે અસુરોના સંહારની કથા જોડાયેલી છે.આ દિવસે નદી સ્નાન અને દીપદાનનું વિશેષ મહત્વ છે.માનવ સમુદાયમાં રહેલા દ્વેષ, પ્રપંચ, આડંબર, ભ્રષ્ટાચાર, ઈર્ષા અને દેખાવએ પતન અને અસુરનો માર્ગ છે. કાળા કામ કરવામાં જે આનંદ છે તે ક્ષણિક છે.પરંતુ સત્ય અને પ્રામાણિકતાથી કરેલી ફરજએ સનાતન છે.
દિવાળી / લક્ષ્મી પૂજન (આસો વદ અમાસ) દીપોત્સવનો મુખ્ય દિવસ. આ દિવસે ઘરોમાં રંગોળી પૂરી, દીવા પ્રગટાવીને માતા લક્ષ્મી અને ભગવાન ગણેશનું પૂજન કરવામાં આવે છે.માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શ્રીરામ ૧૪ વર્ષના વનવાસ બાદ અયોધ્યા પરત ફર્યા હતા, જેના સ્વાગતમાં અયોધ્યાવાસીઓએ ઘીના દીવા પ્રગટાવ્યા હતા. મેરે ઘર રામ આયે હૈ.. જેના હૃદયમાં રામ, કૃષ્ણ અને શિવજી દિલમાં, વિચારોમાં કે કર્મમાં હોય તે કઈ રીતે પ્રપંચ અને દ્વેષનો ભાવ પ્રગટાવી શકે?આજે તો ઈર્ષા આર્શીવાદ બની ગઈ છે. કોઈકનું સારું જોવુંએ પણ માનવતાનું કાર્ય છે. તમારાથી કોઈ આગળ વધે તેને પાળવવાની તાકાતને શક્તિ સમજીએ છીએ તે અધઃપતનનો માર્ગ છે.
બેસતું વર્ષ (કારતક સુદ એકમ)નૂતન વર્ષની શરૂઆત.આ દિવસે વડીલોના આશીર્વાદ લેવામાં આવે છે, એકબીજાને ‘સાલ મુબારક’ કે ‘નૂતન વર્ષાભિનંદન’ પાઠવવામાં આવે છે અને મંદિરોમાં દર્શન કરીને નવા વર્ષની શુભ શરૂઆત થાય છે. વર્ષ દરમિયાન થયેલી ભૂલો,પાપ અહમ આ બધું ભૂલીને નવા સંબંધને સ્થાપિત કરવાનો માર્ગ એટલે નવું વર્ષ.. ત્યાગ બહુ મોટી વસ્તુ છે. ભગવાન રામચંદ્રએ ૧૪ વર્ષ સુધી વનવાસ ભોગવ્યો.આજે તો કુટુંબમાં સારું ઘર બનાવે તો નિકટના સંબંધીઓને સૌથી પહેલા ઇર્ષા થાય છે. વિરોધ કરે સંબંધો પર પુણ્યવિરામ મૂકે આ બધું કરવાથી ગમે તેટલી લાયકાત કે લક્ષ્મી હોય ઝીરો છે.ભણેલા તો અભણને શીખવે પરંતુ અહીં તો ભણેલા જ એવું શીખવાડે કે આ લોકો સાથે સંબંધ ના રખાય. માનવ જીવન નાશવંત છે.મોટા હોય તો સલાહ આપવાની હોય અથવા તો સમજણ આવવાની હોય કે આપણે તેને કઈ રીતે મદદરૂપ થઈએ. અહમ અને મોટાઈના પાયા ઉપર રચાયેલી ઈમારતો તૂટી જ પડે છે.
ભાઈબીજ (કારતક સુદ બીજ) ભાઈ-બહેનના પ્રેમ અને પવિત્ર સંબંધોનો આ તહેવાર છે. બહેન પોતાના ભાઈને તિલક કરીને તેના દીર્ઘાયુષ્ય અને સુખી જીવનની કામના કરે છે.આજે લોહીના સંબંધમાં ઉણપ આવી છે. ભાઈ અને બેનનો શ્રેષ્ઠ અને પવિત્ર લોહીનો સંબંધ છે. લગ્ન થયા પછી બહેનને શું આપવું તે આજે મોટા ભાગની ધર્મ પત્નીઓ નક્કી કરે છે. એટલે હાઇકોર્ટમાંથી ઓર્ડર લાવવો પડે કે મારી બેનને મારે શું આપવું? ૨૦ વર્ષ પહેલા તમારે ધર્મ પત્ની હતી? કપડા,જમવાનું અને તાવ આવ્યો હોય તે સમયે દવા અને દુઆ માત્ર બેન જ કરી શકતી હતી. લગ્ન થયા પછી પુરુષો શા માટે બદલાઈ જાય છે તે સંશોધનનો વિષય છે?
દિવાળી એટલે માત્ર ફટાકડા ફોડવા કે મીઠાઈઓ ખાવા પૂરતો તહેવાર નથી, પરંતુ તે મનની અંદર રહેલા ક્રોધ, ઈર્ષ્યા અને અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી પ્રેમ અને સદ્ભાવનાનો દીવો પ્રગટાવવાનો અવસર છે.આ પર્વ સૌના જીવનમાં ખુશાલી અને
સમૃદ્ધિ લઈને આવે છે.
મારા વાચક વર્ગને દીપોત્સવ પર્વની ખૂબ
આભાર – નિહારીકા રવિયા ખૂબ શુભેચ્છાઓ. માતાજી આપની ભવોભવ દિવાળી ઉજવળ અને પ્રકાશિત બનાવે. આજીવન સેવા, સમર્પણ અને ત્યાગ માટે છે. એવી ભાવના રાખી માનવ કલ્યાણના સેવાકીય કાર્યો કરવા જ રહ્યા. એ જ સૌથી મોટી દિવાળી છે. સૌને હૃદયથી શુભકામનાઓ નૂતન વર્ષ પ્રગતિના પગરણ થકી આવે અને સંબંધોની માયાજાળ મજબૂત બનાવે તેવી શુભકામનાઓ સાથે હેપ્પી ન્યુ યર… નુતન વર્ષાભિનંદન..
ર્સ્.૯૮૨૫૭૦૨૨૮૨











































