બાબરા સમગ્ર ઠાકોર સમાજ અને ઠાકોર સેનાના યુવાનો દ્વારા ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી થતાં ભૂપેન્દ્રભાઈ બસીયાનું સન્માન કરાયું હતું. આભાર વ્યક્ત કરતાં તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બક્ષીપંચ સમાજને સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને રાજકીય રીતે મજબૂત બનાવવા સંકલ્પ કર્યો હતો. ભૂપતભાઈ મકવાણા, ખોડલભાઈ ઠાકોર, લાલભાઈ મકવાણા, મહેશભાઈ પીપળવા, અશ્વિનભાઈ મકવાણા, જેઠાભાઈ, વિપુલભાઈ સહિત આગેવાનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.






































