સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે વિજયાદશમીના પાવન પર્વ નિમિત્તે પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પી.આઈ. કે.બી. સોલંકી સહિત પોલીસ સ્ટાફે કર્મકાંડી બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રોનું વિધિવત્ પૂજન કર્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં દશેરાના દિવસે શસ્ત્રપૂજનનું વિશેષ મહ¥વ છે. આ પરંપરાને જાળવી રાખીને પોલીસે દેશની સુરક્ષા, કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા પ્રજાની રક્ષા કરવાની પોતાની ફરજ પ્રત્યેની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી હતી. શાસ્ત્રોક્ત વિધિ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં ધાર્મિક માહોલ જોવા મળ્યો હતો. આ રીતે સાવરકુંડલા પોલીસે પરંપરાનું જતન કર્યું હતું.








































