જર્મનીમાં ફોસ્ટર કેરમાં રહેલી ભારતીય બાળકી અરિહા શાહને ભારત પરત લાવવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં જૈન સંત સાથેની મુલાકાત દરમિયાન અરિહાના કેસ અંગે વાત કરી હતી. સૂત્રોને ટાંકીને મળતા અહેવાલો મુજબ, તેમણે કેસની દરેક ફાઇલ પર નજર હોવાનું જણાવી અરિહાને શકય તેટલી વહેલી તકે ગુજરાત પરત લાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. જાકે, અરિહાની ભારત વાપસી અંગે કોઈ ચોક્કસ તારીખ કે અંતિમ સત્તાવાર જાહેરાતની પુષ્ટિ થઈ નથી.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અમિત શાહે તાજેતરમાં અમદાવાદમાં આચાર્ય સાહેબ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન અંદાજે ૨૦ મિનિટ સુધી વાતચીત થઈ હતી, જેમાં લગભગ ૮ મિનિટ અરિહા શાહના કેસ અંગે ચર્ચા થઈ હોવાનું જણાવવામાં આવે છે.
અહેવાલો અનુસાર, અમિત શાહે અરિહાના કેસની ફાઇલો પર નજર રાખવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. સાથે જ આ મામલાનો વહેલી તકે ઉકેલ લાવી બાળકી ગુજરાત પરત આવે તે માટે પ્રયાસ કરવાની વાત કરી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.
અમિત શાહે અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલા પ્રેરણા તીર્થ દેરાસરમાં ગચ્છાધિપતિ પ.પૂ. નરરત્ન સૂરીશ્વરજી મહારાજનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ તેમણે પાલડી વિસ્તારમાં આવેલા વિશ્વનંદીકર જૈન સંઘમાં ગચ્છાધિપતિ પ.પૂ. ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબનાં પણ દર્શન કર્યાં હતાં.
આ મુલાકાતો દરમિયાન તેમણે જૈન ધર્મની સંત પરંપરા અને આધ્યાÂત્મક મૂલ્યો પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો. અરિહા શાહનો મુદ્દો જૈન સમાજમાં લાંબા સમયથી ચર્ચામાં હોવાથી આ મુલાકાત દરમિયાન તેની બાબતે વાતચીત થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.
અરિહા શાહ ભારતીય મૂળની બાળકી છે, જે લાંબા સમયથી જર્મનીમાં ફોસ્ટર કેર હેઠળ રહે છે. બાળકીના માતા-પિતા તેને ભારત પરત લાવવા માટે કાનૂની અને રાજદ્વારી સ્તરે પ્રયાસ કરી રહ્યાં છે. આ કેસમાં બાળકીના હિત, માતા-પિતાની મુલાકાત, સાંસ્કૃતિક ઓળખ અને તેના ભવિષ્ય અંગેના મુદ્દાઓ મહ¥વના બન્યા છે. ભારતીય સમુદાય અને જૈન સમાજના કેટલાક સંગઠનો પણ અરિહાને ભારત પરત લાવવાની માગ ઉઠાવતા રહ્યા છે.
અરિહાને અલગ-અલગ ફોસ્ટર કેર પરિવારોમાં રાખવામાં આવી છે. અત્યાર સુધીમાં તેને પાંચ વખત ફોસ્ટર કેર બદલવી પડી હોવાનો દાવો કરવામાં આવે છે. આ કારણે બાળકીના ઉછેરમાં Âસ્થરતા અને પરિવાર સાથેના સંબંધો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.અહેવાલોમાં એવો પણ ઉલ્લેખ છે કે અરિહા હાલમાં મહિનામાં બે વખત તેના માતા-પિતાને મળી શકે છે. જર્મનીમાં માતા-પિતાની વિઝા સંબંધિત મુશ્કેલીઓને કારણે મુલાકાતો અંગે પણ ચિંતા ઊભી થઈ હોવાનું જણાવવામાં આવે છે. જાકે, આ વ્યવસ્થાની વર્તમાન સ્થિત અને મુલાકાતોની ચોક્કસ શરતોની સત્તાવાર પુષ્ટિ જરૂરી છે.