ચલાલા-મીઠાપુર ખાતે આવેલા ગાયત્રી સંસ્કારધામમાં નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્ષા શક્તિ ગર્લ્સ સ્કૂલ અને ગાયત્રી સંસ્કાર શાળાના વિદ્યાર્થીઓ સહિત બાળકોએ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક પાત્રોની વેશભૂષા ધારણ કરી હતી. બાળકોએ વિવિધ પાત્રોને જીવંત રજૂ કરતા ઉપસ્થિત લોકોએ ખુશી વ્યક્ત કરી હતી. આ મહોત્સવનો મુખ્ય હેતુ બાળકોની પ્રતિભાને પ્રોત્સાહન આપવા સાથે ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને સંસ્કારોનું જતન કરવાનો હતો. જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મહેશભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું.