અમદાવાદ ખાતે ‘ટીમ મોદી ગુજરાત’ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે મહારક્તદાન તથા ‘મન કી બાત’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર અને ગુજરાતની લોકગાયિકા રાજલબેન અલ્પેશભાઈ બાંભણીયા ઉપસ્થિત રહ્યાં હતાં.
આ પ્રસંગે સાબરમતી વિધાનસભાના ધારાસભ્ય ડો. હર્ષદભાઈ પટેલ અને નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય જીતેન્દ્રભાઈ પટેલ ભગત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહારક્તદાનના માધ્યમથી સેવાકીય પ્રવૃત્તિ અને જનકલ્યાણનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો તથા સેવાભાવી લોકો જોડાયા હતા. આયોજકો દ્વારા ‘સેવા, સુશાસન અને સંકલ્પ’ના સંદેશ સાથે કાર્યક્રમ યોજાયો હતો.




































