જાફરાબાદના ભાકોદર ગામના યુવકને સમાધાનના બહાને બોલાવી જાનથી મારવાની ધમકી આપી હતી તેમજ ખિસ્સામાંથી રૂ. ૭૦૦૦ કાઢી લઈ લૂંટ ચલાવી હતી. બનાવ અંગે ભાકોદર ગામે રહેતા મુકેશભાઈ સોંડાભાઈ ચાવડા (ઉ.વ.૨૬)એ દિનેશ ભુપત શિયાળ, કાતર ગામના મુકેશ બારૈયા તથા એક અજાણ્યા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદ મુજબ, દિનેશ શિયાળે તેમને ફોન કરીને સમાધાન માટે રાજુલા ચારનાળા ચોકડી પાસે બોલાવ્યા હતા. ત્યારબાદ પૂર્વઆયોજિત ગુનાહિત કાવતરું રચી લોખંડના પાઇપ વડે ડાબા પગે ગોઠણથી નીચેના ભાગે એક ઘા તથા બીજો ઘા ડાબા હાથના પહોંચા પર મારીને ફ્રેક્ચર કર્યું હતું. મુકેશ બારૈયાએ લોખંડના સળિયા વડે તથા અજાણ્યા ઇસમે લાકડાના ધોકા વડે વાસાના ભાગે, બંને સાથળ પર તથા આખા શરીરે જેમ ફાવે તેમ મૂઢ માર મારી ગાળો આપવા સાથે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઉપરાંત, ખિસ્સામાં રહેલા સાતેક હજાર રૂપિયા કાઢી લઈ લૂંટ ચલાવી હતી. બનાવ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. આર.જી. ચૌહાણ વધુ તપાસ ચલાવી રહ્યા છે.







































