સાવરકુંડલા વિધાનસભા મતવિસ્તારમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત સાવરકુંડલા શહેરના મણીભાઈ ચોકથી સરદાર સર્કલ સુધી અને લીલીયા તાલુકાના એકલેરા ગામે ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં શ્રમદાન કાર્યક્રમ યોજાયો હતો. ધારાસભ્યએ સ્વચ્છ શહેર અને સ્વસ્થ સમાજ માટે જનસહયોગને અનિવાર્ય ગણાવતા કહ્યું કે સ્વચ્છતા એ માત્ર તંત્રની નહીં પરંતુ દરેક નાગરિકની સહિયારી જવાબદારી છે. આ અભિયાનમાં નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, શહેર ભાજપ પ્રમુખ, સંગઠનના હોદ્દેદારો, પંચાયતના પ્રતિનિધિઓ તેમજ સફાઈ કર્મચારીઓ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન નાગરિકો અને વેપારીઓને જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા, કચરા કલેક્શન વાહનોનો ઉપયોગ કરવા, સિંગલ યુઝ પ્લાસ્ટિક ટાળવા અને સ્વચ્છતાને માત્ર એક દિવસ પૂરતી સીમિત ન રાખતાં દૈનિક આદત બનાવી સક્રિય જનભાગીદારી નોંધાવવા અનુરોધ કરાયો હતો.