ધારીના તરસિંગડા ગામની સીમમાં ‘તારા કૂવામાંથી મારે પાણી જોઈએ છે અને તારી વાડીના મીટરમાંથી લાઈટ આપ’ તેમ કહીને ખેડૂત પર કૂહાડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે બાબુભાઈ રણછોડભાઈ મકવાણા (ઉં.વ. ૬૦)એ મોહનભાઈ રણછોડભાઈ મકવાણા સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, બાબુભાઈ પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા ત્યારે આરોપીએ આવીને કૂવામાંથી પાણી અને વાડીના મીટરમાંથી વીજળી (લાઈટ) આપવાની માંગણી કરી હતી. જોકે, તેમણે પાણી તથા લાઈટ આપવાની ના પાડતાં આરોપીએ આ વાતનું મનદુઃખ રાખી કૂહાડીનો ઘા મારી દીધો હતો. સાથોસાથ તેમની પત્ની પાસે આવી જેમ-ફાવે તેમ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ધારી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એચ. વાઘ વધુ તપાસ ચલાવી રહ્યા છે.





































