રાજુલા શહેરમાં મોડી રાત્રિના અંધારામાં શંકાસ્પદ હાલતમાં લપાતા-છુપાતા અને બંધ દુકાનોના તાળાં ચકાસતા બે શખ્સો પોલીસના હાથે ઝડપાયા હતા. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી વિગતો અનુસાર, પિન્ટુ ઉર્ફે જગી જગદીશભાઈ પરમાર (ઉં.વ.૨૦) તથા દિલીપભાઈ રમેશભાઈ સારોલિયા (ઉં.વ.૨૨) રાત્રિના સુમારે કોઈ મિલકત વિરુદ્ધનો ગંભીર (કોગ્નિઝેબલ) ગુનો આચરવાના ઈરાદે વિસ્તારમાં રખડતા-ભટકતા જોવા મળ્યા હતા. તેઓ બંધ દુકાનો પાસે શંકાસ્પદ રીતે હિલચાલ કરી તાળાં ફંફોળતા નજરે પડતાં ઝડપી પાડવામાં આવ્યા હતા. કોઈ મોટી ચોરી કે ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તેમને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.