દામનગરમાં પોલીસ સ્ટેશન સામેથી પસાર થતા મુખ્ય માર્ગ પર ગટરના ઢાંકણા રોડના લેવલથી ઊંચા હોવાના કારણે વાહનચાલકો માટે અકસ્માતનો ભય સર્જાયો છે. અહીં રસ્તાની નીચેથી પસાર થતી ગંદા પાણીની પાઇપલાઇનના ઢાંકણા રોડથી ઊંચા હોવાથી વાહનચાલકોનું વાહન તેના ઉપરથી પસાર થાય ત્યારે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવવાની શક્યતા રહે છે. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાઈ શકે તેવી સ્થિતિ ઉભી થઈ છે. કોઈનો જીવ જાય તે પહેલાં જ્યાં જ્યાં આવા ઢાંકણા રોડ લેવલથી ઊંચા હોય ત્યાં તેને રસ્તાના લેવલમાં લેવલ કરવા કોન્ટ્રાક્ટરને સૂચના આપી તાકીદે કામગીરી કરાવવા સ્થાનિક તંત્ર સમક્ષ માંગ ઉઠી છે.