દામનગર શહેરમાં આઈસીડીએસ વિભાગના માર્ગદર્શન હેઠળ સુપરવાઈઝર ફાલ્ગુનીબેન છત્રાલની અધ્યક્ષતામાં આંગણ ઉત્સવ યોજાયો હતો. કાર્યક્રમમાં વાલીઓ, આશા વર્કર બહેનો, નગરપાલિકાના સદસ્યો અને સામાજિક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાલિકા તરફથી વોટર બેગનું વિતરણ કરાયું હતું. શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રમાણપત્રો એનાયત કરાયા હતા. બાળકોને પેન્સિલ, બુક, ચોકલેટ અને ફળો આપી નવાજવામાં આવ્યા હતા. પોષણયુક્ત આહારના પેકેટનું પણ વિતરણ કરાયું હતું.