સાવરકુંડલાની શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી વી.ડી. ઘેલાણી મહિલા આર્ટસ કોલેજ ખાતે ૨૫ સપ્ટેમ્બરે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી કે.કે. હોસ્પિટલ અને ૧૦૮ની ટીમ દ્વારા વિદ્યાર્થીનીઓને સ્વાસ્થ્ય, પોષણ અને કટોકટીની સારવાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ૧૦૮ની ટીમે આકસ્મિક સારવારનું પ્રાયોગિક નિદર્શન પણ કર્યું હતું. ડો. નકવી અને ડો. બૈજુએ પોષણયુક્ત આહાર, આરોગ્ય સમસ્યાઓ અને ઈમરજન્સી સેવાઓ અંગે માહિતી આપી હતી. મેન્ટલ હેલ્થ કાઉન્સિલર મિતલબેન મહેતા, પ્રભાબેન અને ક્ષમાબેન પઠાણે કિશોરીઓના માનસિક તણાવ તથા શારીરિક-માનસિક ફેરફારો અંગે માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમ ડી.એલ. ચાવડાના સંકલન અને ડો. પ્રતિમા શુક્લના સંચાલનમાં યોજાયો હતો. આભારદર્શન ડો. રૂકસાનાબેન કુરેશીએ કર્યું હતું.






































