જાફરાબાદના કડિયાળી ગામેથી એક યુવક કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયો હતો. કાળુભાઈ ભાણાભાઈ બાંભણિયાએ પોલીસમાં કરેલી જાહેરાત મુજબ, તેમનો ૨૦ વર્ષીય પુત્ર ગોવિંદભાઈ ત્રણ દિવસ પહેલાં બપોરના સમયે પરિવારમાં કોઈને કહ્યા વગર ક્યાંક જતો રહ્યો હતો અને ત્યારબાદ પરત
ફર્યો નહોતો. આ અંગે જાફરાબાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ બી. એમ. વાઘેલા વધુ તપાસ ચલાવી રહ્યા છે.




































