બગસરામાં પીજીવીસીએલ દ્વારા વીજકાપના દિવસે સરકારી કચેરીઓમાં કામકાજને ભારે અસર પહોંચે છે ત્યારે જીઓ મોબાઈલ ધારકોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાની ફરીયાદો ઉઠવા પામી છે. વીજકાપના દિવસે જીઓમાં નેટવર્ક સમસ્યા ઉભી થતી હોવાથી ફોન લાગવો નહી તેમજ અવાજ સંભળાવો નહી તે હવે સામાન્ય બનવા પામ્યુ છે.બગસરામાં દર ગુરૂવારે મેન્ટેનન્સ માટે વીજકાપ ઝીંકવામાં આવે છે જેથી સરકારી કચેરીઓમાં કોમ્પ્યુટર શોભાના ગાઠીયા બની જાય છે મોટાભાગની સરકારી કચેરીઓમાં જનરેટરની સુવિધા ન હોવાથી અરજદારોના કામો થતા નથી જેથી અરજદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે જયારે સૌથી વધુ કફોડી સ્થિતિ જીઓ મોબાઈલ ધારકોની છે વીજકાપના દિવસે જીઓમાં નેટવર્કની સમસ્યા સર્જાતા ફોન લાગતા નથી અને જા લાગે તો અવાજની સમસ્યા સર્જાય છે.વીજકાપના દિવસે જીઓ મોબાઈલધારકોની આ સમસ્યા હોય ત્યારે કંપની દ્વારા પણ કોઈ કામગીરી કરવામાં આવતી ન હોવાથી જીઓ મોબાઈલ ધારકોમાં ભારે રોષ ફેલાયો છે અને વીજકાપના દિવસે મોબાઈલમાં નેટવર્ક સમસ્યા ન સર્જાય તેવી મોબાઈલધારકોએ માંગ કરી છે.