સાવરકુંડલામાં એક યુવકને ગાળો આપી ઢીંકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે પ્રકાશભાઈ નાનજીભાઈ વેગડા (ઉં.વ.૩૫)એ જાબાળ ગામના મનુભાઈ રવજીભાઈ હેલૈયા, જગદીશભાઈ હેલૈયા તથા મનુભાઈના નાના ભાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેઓ પરિવાર સાથે સાવરકુંડલાની કે.કે. કાણકીયા કોલેજના મેળામાં ગયા હતા, ત્યારે તેમની પત્ની સાથે મનુભાઈ હેલૈયાનું મોટરસાયકલ અડી ગયું હતું. આ અંગે ઠપકો આપતાં મનુભાઈને સારું નહોતું લાગ્યું અને તેમણે જેમ ફાવે તેમ ગાળો આપી જપાજપી કરી ત્યાંથી જતા રહ્યા હતા. ત્યારબાદ થોડી વાર પછી અન્ય મોટરસાયકલ પર આવી અજાણ્યા ઈસમો સાથે મળીને ફરિયાદીને શરીરે આડેધડ ઢીંકાપાટુનો માર માર્યો હતો અને જતાં-જતાં ફરીવાર માર મારવાની ધમકી આપી હતી.