બગસરાના હામાપુર રોડ પર તેલ ભરેલું ટેન્કર પલટી ખાઈ જતા આજુબાજુ માંથી લોકો તેલ લેવા દોડી આવ્યા હતા જો કે આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે વધુ તેલ લુટાતું બતાવ્યું હતું. જુનાગઢ થી સીંગતેલનું ટેન્કર પીપાવાવ જવા નીકળ્યું હતું ત્યારે ટેન્કર ચાલકે ટ્રેક્ટરને બચાવવા છતાં સ્ટેરીંગ પર કાબુ ગુમાવ્યો હતો જેથી જેથી ટેન્કર પલટી ખાઈ ગયું હતું ટેન્કરમા સીંગતેલ હોવાની જાણ થતા આજુબાજુ માંથી લોકો કેરબા બરણી સહિતના સાધનો લઈ તેલ ભરવા માટે દોડી આવ્યા હતા અને પોલીસ આવે તે પહેલાં અનેક ટન તેલ લુંટાઈ ગયું હતું ડ્રાઇવરના જણાવ્યા મુજબ ટેન્કરમાં ૨૧ ટન કરતાં વધારે તેલનો જથ્થો હતો આ ઘટનાની જાણ બગસરા પોલીસને કરતા બગસરા પોલીસનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેલ લૂંટતા લોકોને દૂર ખસેડવામાં આવ્યા હતા.