વીજપડી પે. સે. શાળામાં ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ “વિકસિત ભારત–૨૦૪૭” કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત ચિત્ર પ્રદર્શન અને વકતૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સ્વચ્છ ભારત, ડિજિટલ ભારત, આત્મનિર્ભર ભારત અને પર્યાવરણ સંરક્ષણ જેવા વિષયો પર સુંદર ચિત્રો બનાવી પ્રદર્શનમાં રજૂ કર્યા હતા.વકતૃત્વ સ્પર્ધામાં ભારતના વિકાસ અને યુવાનોની ભૂમિકા વિશે વિચારો રજૂ કરી દેશના ભવિષ્ય માટે યુવાનોના યોગદાન પર ભાર મૂક્યો હતો.









































