દીવના વણાકબારા દરિયામાં રાત્રિના સમયે બોટમાંથી એક ખલાસી અચાનક દરિયામાં પડી જતાં તેનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં બોટમાં રહેલા અન્ય ખલાસીઓએ રાત્રિ દરમિયાન દરિયામાં શોધખોળ કરી હતી. જોકે, સવારે વણાકબારા વિસ્તારમાંથી ખલાસીનો મૃતદેહ મળી આવ્યો હતો.મળતી માહિતી મુજબ, નાગવા ખાતેની ‘ગજાનંદ’ નામની ડ્ઢડ્ઢ-૦૨-સ્સ્-૧૭૬૫ નંબરની બોટમાં ખલાસી તરીકે કામ કરતા નારણભાઈ છના ખારા (ઉ.વ. ૪૩), રહે. ઝુડવડલી, રાત્રિના સમયે બોટમાં હાજર હતા. દરમિયાન તેઓ અચાનક દરિયામાં પડી ગયા હતા. રાત્રિના આશરે ૧૨ વાગ્યે અન્ય ખલાસીઓને નારણભાઈ નજરે ન પડતાં શોધખોળ શરૂ કરી હતી. સવારે તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. બોટ માલિક રતનબાઈ લખમણ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.





































