ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ (ન્ઝ્રમ્)એ ગોંડલ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં થયેલી બે મંદિર ચોરીનો ભેદ ઉકેલી રાજસ્થાનની ગરાસિયા ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી રૂ.૫,૮૯,૯૦૦નો ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગોંડલના ભોજરાજપરામાં આવેલા આશરે ૫૦ વર્ષ જૂના મામાદેવ મંદિરમાં તા.૧૩ ઓગસ્ટની મોડી રાત્રે ચોરી થઈ હતી. તાળું તોડી ચોરો અંદર ઘૂસ્યા હતા અને ભક્તોએ ચડાવેલા આશરે બે કિલો વજનના ૧૦૦ ચાંદીના છતર, કિંમત રૂ.૩ લાખ, ચોરી ગયા હતા. આ અંગે સેવક મયુરભાઈ દેસાણીએ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ તા.૫ જાન્યુઆરીએ ભરૂડીના ખોડિયાર માતાજી મંદિરમાંથી ચાંદીનો મુગટ, છતર, ચરણ પાદુકા, સોનાની તિલડી, નથડી તથા રોકડ સહિત રૂ.૧,૮૧,૫૦૦ની મત્તા ચોરાઈ હતી.









































