બગસરાના માવજીંજવા ગામે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. પતિના મોતના આઠ વર્ષથી એકલવાયું જીવન જીવતી મહિલાએ ગળાફાંસો ખાધો હતો. બનાવ અંગે રોહિતભાઈ ધીરૂભાઇ દાફડા (ઉ.વ.૨૮)એ જાહેર કર્યા મુજબ, પ્રભાબેન ધીરૂભાઇ દાફડા (ઉ.વ.૪૪)ના પતિ આઠેક વર્ષ પહેલા ગુજરી ગયા હતા. જે એકલપણાના કારણે મનમાં ઓછું આવતા ગળાફાંસો ખાઇ મરણ પામ્યા હતા. બગસરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એ.એન. વાળા વધુ તપાસ કરી રહ્યા છે.