અમરેલી જિલ્લાની તમામ સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ખાતે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬ માટે પ્રવેશ પ્રક્રિયાનો ચોથો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે. ત્રીજા રાઉન્ડ બાદ ખાલી રહેલી બેઠકો માટે તા. ૧૭ સપ્ટેમ્બરથી તા. ૨૨ સપ્ટેમ્બર સુધી અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જે ઉમેદવારો અગાઉ ફોર્મ ભરવાનું ચૂકી ગયા હોય અથવા પ્રવેશ મળ્યો ન હોય, તેઓ નજીકની ITI ખાતે રૂબરૂ સંપર્ક કરી વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ મેળવી શકશે. અમરેલી જિલ્લા ITIદ્વારા તમામ લાયક ઉમેદવારોને રોજગારીલક્ષી ટેકનિકલ કોર્સમાં પ્રવેશ મેળવી ઉજ્જવળ કારકિર્દી બનાવવા ચોથા રાઉન્ડનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.