લીલીયા મોટા ખાતે આવેલ સ્મશાનગૃહમાં નગરજનોની લાંબા સમયથી જરૂરી એવી સ્નાન ઘાટની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે નગરજનો દ્વારા ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતને પગલે ધારાસભ્ય દ્વારા રૂ.૩ લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવતા નગરજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ધાનાણી અને જિલ્લા પંચાયત સદસ્ય જીગ્નેશ સાવજના પ્રયાસોથી સ્મશાનગૃહમાં સ્નાન ઘાટની સુવિધા સાકાર થઈ છે. આ લોકઉપયોગી સુવિધા ઉપલબ્ધ કરાવવા બદલ બજરંગ સેવા સંસ્થાન તથા લીલીયા શહેરના નગરજનોએ ધારાસભ્ય સહિત તમામ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.









































